ગ્રેટ બેરીંગટન ઘોષણા

ગ્રેટ બેરીંગટન ઘોષણા – ચેપી રોગો ના નિષ્ણાત ડોક્ટરો અને જાહેર સ્વાસ્થ્ય ના વૈજ્ઞાનિકો ની હેસિયત થી અમને કોવિડ-૧૯ માટે ની વર્તમાન નીતિઓ વિશે ઘેરી ચિંતા છે, અને અમે એક એવા અભિગમ ની ભલામણ કરીએ છીએ જેને અમે ‘ફોકસ્ડ સુરક્ષા’ કહીએ છીએ.

રાજકારણ ની જમણી અને ડાબી એમ બંને શાખા ઓ થી સંકળાયેલ અમે દુનિયાભર માં લોકો ની સુરક્ષા માટે અમારી કારકીર્દી અર્પણ કરી છે. અત્યાર ની લોકડાઉન ની નીતિ જાહેર સ્વાસ્થ્ય ઉપર ટૂંકા અને લાંબા ગાળા માટે વિનાશકારી પરિણામો પેદા કરી રહી છે. જેમ કે બાળકો માં ઘટી ગયેલો રસીકરણ નો દર, હ્રદય રોગ ના દર્દીઓ માટે વણસેલા પરિણામો, કેન્સર માટે ઓછા થયેલા સ્ક્રીનીંગ, કથળેલું માનસિક સ્વાસ્થ્ય અને બીજી અનેક તકલીફો, જેનાથી આવનારા વર્ષો માં મ્રુત્યુ નો દર ઘણો વધશે, જેનો સૌથી ભારે બોજ કામ કરનારા વર્ગ અને યુવા પેઢી ઉપર પડશે. વિદ્યાર્થીઓ ને સ્કૂલ ની બહાર રાખવા એ ઘોર અન્યાય છે. રસી મળે ત્યાં સુધી આ પગલાંઓ ને અમલ માં રાખવા થી ભરપાઈ ના કરી શકાય તેવું નુકસાન થશે, અને આ નુકસાન ની અસર સમાજ ના નિમ્ન સ્તર ના લોકો ઉપર વિશેષ રીતે પડશે.

સદ્નસીબે, આ વાયરસ વિશે આપણી સમજ વધી રહી છે. આપણે હવે જાણીએ છીએ કે યુવાનો ની સરખામણી માં ઘરડા અને અક્ષમ લોકો ઉપર કોવિડ-૧૯ ની અસર એક હજાર ગણી વધારે થાય છે. ખરું જોઈએ તો નાનાં બાળકો માટે કોવિડ-૧૯ ફ્લુ અને બીજા ઘણા રોગો કરતાં ઓછો ડરજનક છે.

જેમ જેમ જનતા માં રોગપ્રતિકારક શક્તિ વધે, તેમ તેમ ચેપ લાગવાનું જોખમ ઘટે છે, ખાસ કરીને જે લોકો નું શરીર દુર્બળ હોય તેમને માટે. આપણે જાણીએ છીએ કે લાંબા ગાળે આખા સમાજ માં રોગપ્રતિકારકતા આવી જશે, જેનો અર્થ એ કે નવા દર્દી ઓ ની સંખ્યા સ્થિર રહેશે. આના માટે રસી નું હોવું મદદરુપ થાય તો છે, પણ આ પરિણામ માત્ર રસી ઉપર નભતું નથી. એટલે આપણું ધ્યેય એ હોવું જોઈએ કે સામુહિક રોગપ્રતિકારકતા આવે ત્યાં સુધી મ્રુત્યુ નો દર અને સામાજિક નુકસાન ને બને એટલા નીચા સ્તર ઉપર રાખીએ. સામુહિક રોગપ્રતિકારકતા સુધી પહોંચવા સાથે સંકળાયેલા જોખમ અને ફાયદાઓ ની વચ્ચે સંતુલન સાધતો સૌથી સહાનૂભૂતિ યુક્ત અભિગમ એ છે કે જેમને મ્રુત્યુ નું જોખમ ન્યૂનતમ છે તેમને રોજીંદી જીંદગી સામાન્ય રીતે જીવવા દઈએ, જેથી કુદરતી રીતે તેમની રોગપ્રતિકારક શક્તિ વધી શકે, અને સાથે સાથે જ જેમના માટે જોખમ વધુ છે તેમની સુરક્ષા થઈ શકે. આને અમે ‘ફોકસ્ડ સુરક્ષા’ કહીએ છીએ.
કોવિડ-૧૯ ના જાહેર સ્વાસ્થ્ય લક્ષી પ્રતિભાવ નું મુખ્ય ધ્યેય એ હોવું જોઈએ કે દુર્બળ વ્યક્તિ ઓ ની સુરક્ષા માટે પગલાં અપનાવવામાં આવે. જેમ કે, નર્સિંગ હોમ માં એવા કર્મચારી ઓ ને કામ કરવા દેવું જેમની રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઈ ચૂકી છે, ઉપરાંત બીજા કર્મચારીઓ નું અને મુલાકાતીઓ નું વારંવાર પી.સી.આર ટેસ્ટીંગ કરવું. કર્મચારી ઓ ની ફેરબદલી બને એટલી ઓછી કરવી. જે નિવ્રુત્ત લોકો ઘરે રહેતા હોય તેમની ખાંધી-ખોરાકી નો અને અન્ય જરુરી સામાન તેમના ઘરે પહોંચાડવા માં આવે. શક્ય હોય ત્યાં સુધી તેમણે કુટુંબી જનો ને ઘર ની અંદર નહીં પણ બહાર મળવું જોઈએ. આવા પગલાં ઓ નું વિગતવાર અને સર્વ સંપૂર્ણ લિસ્ટ અમલ માં મૂકી શકાય, જેમાં એવા ઘરો ને પણ આવરી લેવાય જ્યાં બે થી વધુ પેઢી ના સભ્યો છે. આ બધું જાહેર સ્વાસ્થ્ય ક્ષેત્ર ના પ્રોફેશનલ લોકો ના કાર્યક્ષેત્ર માં છે, અને તેઓ આ કરવા માટે સક્ષમ પણ છે.
જેમને રોગ લાગવા ની સંભાવના ઓછી હોય તેમને તાત્કાલિક ધોરણે તેમની સામાન્ય જીંદગી ફરી થી શરુ કરવા માટે પરવાનગી આપવી જોઈએ. સ્વચ્છતા ના સાદા પગલાં, જેમ કે હાથ ધોવા અને બિમાર હોઈએ ત્યારે ઘેર રહેવું વગેરે ની ટેવ રાખવા થી રોગપ્રતિકારકતા હાંસલ કરવા માટે નું જરુરી સ્તર નીચે આવશે. ભૌતિક હાજરી સાથેના શિક્ષણ માટે સ્કૂલો અને યુનિવર્સિટી ઓ ખૂલવી જોઈએ. રમત-ગમત વગેરે ઇતર પ્રવ્રુત્તિ ઓ ફરી થી શરુ થવી જોઈએ. પુખ્ત વય ના ઓ પૈકી જે યુવા વય ના ઓ માટે જોખમ ઓછું છે, તેમણે કામ ઘરે થી કરવા ને બદલે સામાન્ય પણે કરવું જોઈએ. રેસ્ટોરાં અને બીજા ધંધા ઓ ખુલ્લા રહેવા જોઈએ. કળા, સંગીત, રમત-ગમત અને બીજી સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તિ ઓ ફરી થી શરુ થવી જોઈએ. જે લોકો ને ચેપ લાગવા નું જોખમ વધુ છે, તેઓ આ બધા માં સ્વેચ્છા થી ભાગ લઈ શકે છે, દરમિયાન માં જે લોકો માં સામુહિક રોગપ્રતિકારકતા વિકસી ચૂકી છે તેમના દ્વારા અપાયેલી સુરક્ષા નો ફાયદો દુર્બળ લોકો ને મળવા થી આખા સમાજ ને લાભ થશે.

૪ ઓક્ટોબર, ૨૦૨૦ ના રોજ ગ્રેટ બેરીંગટન, યુ.એસ.એ. ખાતે આ ઘોષણા લખી ને તેના ઉપર સહી કરનાર:

ડો. માર્ટિન કુલડોર્ફ, હાર્વર્ડ યુનિવર્સિટી માં તબીબી શિક્ષણ ના પ્રોફેસર, બાયોસ્ટેટીસ્ટીશીયન, મહામારી ના તજજ્ઞ, ચેપી રોગો ના ઉપદ્રવ ના નિદાન અને નિયંત્રણ ના તથા રસી ની સલામતી ની પરીક્ષા ના નિષ્ણાત
ડો. સુનેત્રા ગુપ્તા, પ્રોફેસર, ઓક્ષફોર્ડ યુનિવર્સિટી, મહામારી ના તજજ્ઞ, રોગપ્રતિકારકતા, રસી ના વિકાસ અને ચેપી રોગો ના અંકશાસ્ત્રીય મોડેલીંગ ના નિષ્ણાત,
ડો. જય ભટ્ટાચાર્ય, પ્રોફેસર, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી મેડીકલ સ્કૂલ, તબીબ, મહામારી ના તજજ્ઞ, સ્વાસ્થ્ય ને લગતા અર્થશાસ્ત્રી , ચેપી રોગો અને દુર્બળ વ્યક્તિઓ ઉપર કેન્દ્રિત જાહેર સ્વાસ્થ્ય નીતિ ના નિષ્ણાત

Translation by Darshan Maharaja